Silence શબ્દના જન્મનો કિસ્સો

આ ટુચકાની પૂરેપૂરી credit હું મારી બહેન રૂચિતા ને આપીશ. વાત માંથી વાત નીકળી અને silence પર આવીને અટકી. 

English medium માં ભણેલું મારી ફોઈનું આ ફરજંદ, ફોઈની કોઈ વાતમાં silent ના બદલે Silence વપરાય એમ ટોકવા ગયું ને આ કિસ્સો સની દેઓલની ગદરની જેમ આવી પાડ્યો.

એક professional મજૂરને પણ શરમાવે એવો હથોડો મે આ કિસ્સાનાં ભાગરૂપે માર્યો. જરા નજર તો મારો ……….

.

.

.

ભક્ત: સાઈબાબા ડૉક્ટર ને તામરી આંખો બતાવો

સાઈબાબા: ના ચાલસેે મારા ભક્તો મારી આંખો જોવા માટે નહી પણ પ્રેમ અને આશીર્વાદ લેવા આવે

ભક્ત: ના બાબાજી બતાવીજ દો આંખો

સાઈબાબા: ના પાડીને નથી બતાવી બસ પતી ગઇ વાત

ભક્ત: ના સાઈનાથ તમારી દ્રષ્ટિનો સવાલ છે

સાઈબાબા: અલા સાઈબાબા હૂ છુ કે તમે યાર ના પાડીને મે

ભક્ત: ના ના ના બતાવીજ પડશે

સાઈબાબા: સારુ પણ હુ ચશ્મા નહી પહે૱ મને નહી ફાવે

ભક્ત: સારુ તમે લેન્સ પહેરજો

સાઈબાબા: હા ભાઈ હા મારા ભક્તોને ના કેમનો પાડુ
બસ એ ઐતિહાસિક દિવસથી સાઈબાબા એ પેરેલા લેન્સને Silence કહેવાય છે 

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

દિવાળી Diwali

આવી છે દિવાળી,લાવી છે દીવડાઓની અજવાળીબધાંજ પ્રગટાવે દીવા,પછી એ ઘરવાળી હોય કે સાળી.(૧)
દૈદિપ્યમાન તો એવા થાય આ દીવડા,કે જાણે ખાતા હોય પ્રકાશપર્વની ચાડી,

લક્ષ્મીપૂજન પર સાૈ કાેઈ કરે કામના,કે બસ હવે તો આગળ વધારે લક્ષ્મીજી એમની ગાડી..(૨)
મહેમાનોને પીરસાય ચોળાફળી મઠિયા કાજુકત્રી મોહનથાળ,

ચોપડાપૂજન કાળી ચૌદશ બેસતાં વરસ પર જામે સુખ-સમૃદ્ધિ અને હર્ષોલ્લાસનો રસથાળ…(૩)
ભૂલકાઓને અસીમ-અહર્નિષ એવો આનંદ આપે કોઠી ચકરડી અને તારામંડળ,

દિવ્યતાના ભંડાર એવા દીવડાઓની જ્યાેતનું જોવા જેવું હોય છે આભામંડળ….(૪)
કાળી ચૌદશે બધાંય કાઢે ઘરમાંથી કજીયો ટંટો કંકાસ,

અરે એટલે જ તો આ પર્વ છે નાના-મોટા સૌને માટે ખાસ…..(૫)
પ્રભુ શ્રીરામનાં આગમન પર પ્રકાશમય તેજોમય દૈદિપ્યમાન થઈ અયોધ્યા,

દિવાળીને વધાવવા રંગરોગાનથી માંડી સાફસૂફ માટે સૈા કોઈ કામે લાગ્યાં……(૬)
જુઓ તો ખરા આ દિવાળીની અલગ મજા,

આમાં તો સ્મશાનમાં પણ થાય છે પૂજા…….(૭)
વરસાદની ગેરહાજરીમાં ગેરહાજર છે એવી બીક કે ક્યાંક ફટાકડા કે નાસ્તાે હવાઈ ન જાય,

આ તાે દિવાળી છે દિવાળી,અહીં તો શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદનનાં લાગણીસભર સાદથી જ ભીંજાઈ જવાય……..(૮)
કેવી મસ્તમજાની અને અલબેલી આ દિવાળી .